Posted by
કિશન કનૈયા
દેખાવમાં આ ઘણો નાનો પ્રશ્ન લાગે છે પણ આનો ઉત્તર આપણે દિવસ દરમિયાન ઘણી વાર આપતા હોઈશું . અને આ આપણા રોજિંદા જીવનનો એક હિસ્સો છે. જો તમને કોઈ આવો પ્રશ્ન પૂછે તો તમે શું જવાબ આપશો ? કદાચ એ પ્રશ્નનો જવાબ કેટલાક શબ્દોથી વધારે નહીં હોય. પણ એટલા શબ્દો તમારા વિશે ઘણું બધું સૂચવે છે. સાચું કહું તો એ શબ્દો તમારો સ્વભાવ સૂચવે છે. આ પ્રશ્નનો જવાબ ત્રણ પ્રકારનો હોઈ શકે છે. 1. નકારાત્મક 2. મધ્યસ્થ 3. સકારાત્મક 1. નકારાત્મક અહીં નકારાત્મકતાનો અર્થ તો આપણને ખબર જ છે. તો આ પ્રકારને કેટલાંક ઉદાહરણ દ્વારા સમજીએ કે કેવા નકારાત્મક જવાબ મળે છે અથવા તો આપીએ છીએ. આજે દિવસ ખરાબ છે. આજે કાંઈ મજા નથી. કાંઈ બરાબર નથી ચાલી રહ્યું. હું ખૂબ થાકેલો છું. હાશ આજે રજાનો દિવસ છે. મારી પાસે સમય નથી. મને ના પૂછ કે શું થયું. જ્યારે આપણને "મને ના પૂછ કે શું થયું" એવો જવાબ મળે એટલે આપણે જાણીએ છીએ કે એનો અર્થ શું હોય છે. એ વ્યક્તિ કોઈ મુસીબત માંથી પસાર થઇ રહ્યો હોય છે અને આવો પ્રશ્ન પૂછીને આપણે વધારે મુસીબત ઊભ...