જોવું તો જરા આ વાદળો ની આંખો કેમ તરસે છે!
જરાક અનુભવ્યુ નથી કે તરત વરસે છે...
કેટલાય દિવસો ના સૂકા આ વાદળો ,
જોયું આજ ક્યારેક મૂસળધાર તો ક્યારેક ઝરમર ઝરમર વરસ્યા...
કોઈ કહે પાલનહાર તો કોઈ કહે લુચ્ચો છે એ,
કોઈ કહે પાલનહાર તો કોઈ કહે લુચ્ચો છે એ,
જરા એને તો પૂછો! કેટલા દિવસનો તરસ્યો છે એ?
બધો અનુભવ આપી કરી તરબોર ધરતીને,
પોતે રંક બની આખું વરસ ભટકે છે.
જોવું તો જરા આ વાદળો ની આંખો કેમ તરસે છે!
બધો અનુભવ આપી કરી તરબોર ધરતીને,
પોતે રંક બની આખું વરસ ભટકે છે.
જોવું તો જરા આ વાદળો ની આંખો કેમ તરસે છે!

Comments
Post a Comment