દેખાવમાં આ ઘણો નાનો પ્રશ્ન લાગે છે પણ આનો ઉત્તર આપણે દિવસ દરમિયાન ઘણી વાર આપતા હોઈશું. અને આ આપણા રોજિંદા જીવનનો એક હિસ્સો
છે.
જો તમને કોઈ આવો પ્રશ્ન પૂછે તો તમે શું જવાબ આપશો? કદાચ એ પ્રશ્નનો જવાબ કેટલાક શબ્દોથી વધારે નહીં હોય. પણ એટલા શબ્દો તમારા વિશે ઘણું બધું સૂચવે છે. સાચું કહું તો એ શબ્દો તમારો સ્વભાવ સૂચવે છે.
1. નકારાત્મક
જો તમને કોઈ આવો પ્રશ્ન પૂછે તો તમે શું જવાબ આપશો? કદાચ એ પ્રશ્નનો જવાબ કેટલાક શબ્દોથી વધારે નહીં હોય. પણ એટલા શબ્દો તમારા વિશે ઘણું બધું સૂચવે છે. સાચું કહું તો એ શબ્દો તમારો સ્વભાવ સૂચવે છે.
આ પ્રશ્નનો જવાબ ત્રણ પ્રકારનો હોઈ શકે છે.
1. નકારાત્મક
2. મધ્યસ્થ
3. સકારાત્મક
1. નકારાત્મક
અહીં નકારાત્મકતાનો અર્થ તો આપણને ખબર જ છે. તો આ પ્રકારને કેટલાંક ઉદાહરણ દ્વારા સમજીએ કે કેવા નકારાત્મક જવાબ મળે છે
અથવા તો આપીએ છીએ.
- આજે દિવસ ખરાબ છે.
- આજે કાંઈ મજા નથી.
- કાંઈ બરાબર નથી ચાલી રહ્યું.
- હું ખૂબ થાકેલો છું.
- હાશ આજે રજાનો દિવસ છે.
- મારી પાસે સમય નથી.
- મને ના પૂછ કે શું થયું.
જ્યારે આપણને "મને ના પૂછ કે શું થયું" એવો જવાબ મળે એટલે આપણે જાણીએ છીએ કે એનો અર્થ શું હોય છે. એ વ્યક્તિ કોઈ મુસીબત માંથી પસાર થઇ રહ્યો હોય છે અને આવો પ્રશ્ન પૂછીને આપણે વધારે મુસીબત ઊભી કરી રહ્યા છીએ એવું એ સૂચવી રહ્યો હોય છે.
કેટલાક લોકો જવાબમાં "હું ખૂબ થાકેલો છું" કે "હાશ આજે રજાનો દિવસ છે" એવું કહી શું સૂચવે છે? શું એમને બીજા દિવસોમાં થાક નથી લાગતો કે અઠવાડિયાના બાકી દિવસો ખરાબ હોય છે? બસ રજાનો જ દિવસ સારો છે? શું આપણું જીવન એવું જ હોવું જોઈએ? આપણે અલગ રીતે જોવાની શરૂઆત કરવી પડશે કે આવા નકારાત્મક જવાબ આપણા સ્વભાવને અસંતુલિત કરીને આપણને નિરાશાવાદી બનાવી દે છે.
2. મધ્યસ્થ
આ વર્ગમાં આવનારા વ્યક્તિઓ નકારાત્મક વર્ગ કરતાં થોડાક વધારે પ્રગતિશીલ હોય છે. થોડા જવાબો જે આ વર્ગમાં આવતા વ્યક્તિઓના
હોય છે.
- હું ઠીક છું.
- કાંઈ નવું નથી.
- બસ એવું જ.
- હતો એમના એમ.
- શાંતિ અથવા મજામાં.
શું તમે ખરેખર એવા વ્યક્તિ સાથે સમય પસાર કરવા માંગો છો કે જેનો જવાબ "કાંઈ નવું નથી" એવો છે? શું તમે એવા વ્યક્તિની સાથે તમારો વ્યવસાય કરવા માંગો છો? જ્યારે આપણે આવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે આપણી ઊર્જા ને ઘટાડી રહ્યા હોઈએ છીએ. કોઈ પોતાના ખભા ચઢાવીને કહેતું હોય "હું ઠીક છું" તો શું એ તમારા ઉત્સાહમાં વધારો કરી શકે ખરો? ના.
જે લોકો મધ્યસ્થ શબ્દો કે વિચારો નો ઉપયોગ કરે છે તે લોકોનાં પરિણામ પણ મધ્યમ જ હોય છે. આવા લોકો જે પરિસ્થિતિમાં છે એ જ પરિસ્થિતિમાં સમય પસાર કરી રહ્યા હોય છે અને હું જાણું છું કે તમારે એનાથી આગળ વધવું છે.
3. સકારાત્મક
અને હવે આપણે એવા વર્ગના જવાબો જોઈશું જે ખૂબ જ ઉત્સાહિત અને સકારાત્મક
ઊર્જાથી ભરેલા છે.
- જોરદાર.
- ખૂબ જ સારો દિવસ છે.
- આનાથી સારું કશું ના હોઈ શકે.
- બહુ જ ખુશ છું.
- આજે નવું શીખ્યો.
જે આવા શબ્દોનો ઉપયોગ કરે છે તે વધારે સારો અનુભવ કરતા હોય છે અને સારા વ્યક્તિ બની શકતા હોય છે. તમને આ સૂચી વાંચીને કેવું લાગ્યું? હું તમારા વિશે તો નહીં કહી શકું પણ હું ખૂબ જ ઉત્સાહિત છું. આવા લોકોને હું રોજ મળવાનું પસંદ કરીશ. તો પછી કેમ આ સૂચી ને થોડા મોટા અવાજે વાંચવામાં ના આવે?
જો આપણને પસંદગી કરવાની હોય તો હું એવા લોકોની આસપાસ રહેવાનું પસંદ કરીશ કે જે સકારાત્મક અને જીવંત છે. નહીં કે એવા લોકોની આસપાસ કે જેઓ નકારાત્મક અને નકામા છે.
જો મારી વાત કરું તો જ્યારે કોઈ મને પ્રશ્ન કરે છે કે હું કેમ છું? તો સામાન્ય રીતે મારો જવાબ "જલસા" એવો હોય છે. આવો જવાબ સામેવાળા વ્યક્તિ માં ઉત્સાહ જગાડે છે અને મને સકારાત્મક રહેવામાં ઉપયોગી થાય છે.

Comments
Post a Comment