બદલાવ



          એક શબ્દ પણ એની કાર્યક્ષમતા એવી કે ભલભલાને પોતાના સપનાઓ સુધી પહોંચાડે. બદલાવ નો ઉદ્ભવ મોટાભાગે હાર કે નિરાશા પછી જ થતો હોય છે. એ પ્રક્રિયા શરૂ થયા પછી ઘણું નવું સર્જન થાય છે.

બદલાવને લઈને ઉઠેલા કેટલાક પ્રશ્નો...

1. શું છે બદલાવ?

 -   એ પહેલો વિચાર જે પરિસ્થિતિ જોઈને મનમાં સર્જાય છે. પહેલું પગથિયું કે હું એને નિયંત્રણ કરવા શું કરીશ? અથવા તો શું કરી શકું છું?

2. કોણ કરે છે બદલાવ?

-   ઘણા ઊંડા મનોમંથન બાદ અનુભવાયું કે બદલાવ કોઈ એક વ્યક્તિ કરે છે પણ એનું સાક્ષી આખું વિશ્વ બને છે. બ્રહ્માંડની દરેક ઉર્જા એને માટે મદદરૂપ બને છે. ચાહે એક કોઈ શખ્સ હોય કે કોઈ આકસ્મિક ચમત્કાર.

-   મેં જ્યારે મને આ પ્રશ્ન પૂછ્યો તો જવાબ મળ્યો... તુ જે પ્રશ્નો કરી રહ્યો એ છે બદલાવ. આવું પહેલા નહોતું થયું.


3. કેવી રીતે થાય છે બદલાવ?

-   પ્રશ્નનો જવાબ એટલો જ સરળ જેટલો કુદરતી રીતે શ્વાસ લેવો. પણ આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ એની સાવચેતી રાખતા નથી. કેમ કે એ કામ આપણા જાગ્રત મનનું નહીં પણ અર્ધજાગ્રત મનનું છે. એક લય માં સ્વાછોસ્વાસ ની પ્રક્રિયા ચાલ્યા જ કરે છે એવીજ રીતે બદલાવની પ્રક્રિયા પણ સતત ચાલતી જ રહે છે. આ પ્રક્રિયા સાથે કેટલીક ક્રમશ: પ્રવૃત્તિઓ સંકળાયેલી છે.

-   જૂની આદતો છોડી પરિવર્તનશીલ આદતો અપનાવવી..... બદલાવની પ્રક્રિયામાં ઘણીવાર જે અત્યંત પ્રિય હોય એવી આદતો અને વસ્તુઓ ને છોડવી પડે. 


4. શું બદલાવનો કોઈ નિશ્ચિત સમય હોઈ શકે ખરો?

-   હા બદલાવનો પણ નિશ્ચિત સમય હોય છે..... પણ આપણને પરિસ્થિતિ કે વાસ્તવિકતા સમજાય એટલે બદલાવનો સમય શરૂ થાય છે.

5. બદલાવ થવાથી શું થશે?

               અથવા

    બદલાવ થઈ ગયા પછી શું?

-   આનો જવાબ પણ અહીં જ છે. બદલાવના પરિણામે સર્જન થયેલો આ "સંવેદના" બ્લોગ. જે મારી વાતો ને મુક્ત રીતે રજુ કરવાની પરવાનગી આપે છે. એવી જ રીતે બધાને પોતાના સપનાઓ સુધી પહોંચાડે છે.
કમેન્ટ માં જણાવો તમારા જીવનમાં કેવા બદલાવ થયા છે.

      Comments