શું થાય જયારે ચોખ્ખું દેખાડનાર જ ગંદો હોય?
વાત જાણે એમ છેકે ઘરમાં પોતાને જોવા માટે ઘણી જગ્યાએ અરીસો લગાવીએ છીએ પણ જયારે એમા જોઈએ અને પોતાનોજ ચહેરો સાફ ના દેખાય તો?
કેટલાય સમય ના પડેલા ડાઘ, લીસોટા અને ઉડી ગયેલો એનો રંગ. શું આપણું સાચું માર્ગદર્શન કરે ખરું? આમ જોઈએ તો ઘરની શોભા અને બીજી રીતે જોઈએ તો આપણો સાચો માર્ગદર્શક એવો એક માત્ર અરીસો જે હંમેશા સત્યની સાથે મને અવગત કરાવે છે. કેટલાય લોકો એની સામે ઉભા રહી ને પોતાનાં સપનાં ને જીવે છે. મેં પણ જીવ્યાં છે. મેં પણ એ શિક્ષકોનો અભિનય કર્યો છે.
આતો થઇ અરીસાની વાત. પણ હવે એવા વ્યક્તિઓની વાત કરવા જઇ રહ્યો છુ જે મારા માટે અરીસા જેવા છે. પણ ક્યારેક એવા વ્યક્તિઓ મા પણ અરીસાની જેમ ડાઘ અને લીસોટા પડે છે. એ વ્યક્તિઓ હંમેશા મારું સારું ઈચ્છે છે તો ક્યારેક મને જ બંધનમાં બાંધી દે છે. મારા વિચારોને આકાશ માંથી સીધા જ જમીન પર પટકી દે છે. એમની વધારે પડતી મારા માટેની ચિંતાઓ એ ગંદા અરીસા જેવું કામ કરે છે.
ના હું પોતાને એમાં સાફ જોઈ શકું છું અને ના હું એ અરીસાને સાફ કરી શકું છું...

Great job
ReplyDeleteHari oum
ReplyDeleteWow... Grate boss..
ReplyDeleteThanks all for support.👍
ReplyDeleteThat's true... :)
ReplyDeleteGo ahead Nice thought 👌
ReplyDeleteVery true thought
ReplyDelete